Details

  1. home
  2. Products
  3. પદપ્રાંજલિ

પદપ્રાંજલિ

Padpranjali

By: Harish Meenashru
₹175.00

ક્યાંક કબીરની સાધુક્કડી જેવી તિર્યક વાણી, ક્યાંક તોછડી સમજાવટ તો ક્યાંક પ્રેમાભક્તિનો આર્દ્ર અનુનય, - પદપ્રાંજલિનાં પદો નોખી નોખી રીતે ભજનનું હાર્દ પ્રકટાવે છે. પારભૌતિક રહસ્યમયતાને સ્પર્શતો ભાષાયોગ આ પદોની વિશિષ્ટતા છે. આમ તો આ બધાં જ પદો એકસમાન લયબંધારણ અને પંક્તિપિંજરમાં બદ્ધ છે, છતાં વિલક્ષણ કલ્પનો, ભાવાનુકૂલ પદાવલિ અને પદવિશેષ ભાષાકર્મ  પ્રત્યેક પદને નવતા અને અન્-અન્યતા બક્ષે છે.
કવિ પરના તા. ૧૨ જાન્યુઆરી ૨૦૦૧ના પત્રમાં આપણા મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શાહ કહે છે:
‘...પદપ્રાંજલિનાં પદોમાં કેટલી છટા તમે દાખવી! - વાંચું ને મુગ્ધ થાઉં. એક તરંગ હૃદયમાંથી ઊઠી જાણે આખા અસ્તિત્વને આંદોલિત કરી જાય,- ધન્ય. કવિમિત્રોનાં રચાતાં કાવ્યો પર નજર ફરી તો વળે છે, પરંતુ આની અનુભૂતિ જુદી જ છે. તમને એ કેવી રીતે જણાવું? તમે સ્ફુરણ વખતે જે ભાવ અનુભવતા હશો એવો જ કંઈક.’
‘શબ્દસૃષ્ટિ’ના દીપોત્સવી ગીત વિશેષાંક (નવેમ્બર ડિસેમ્બર ૨૦૦૦)-માં પ્રકટ થયેલી પ્રશ્નોત્તરીમાં રાજેન્દ્ર શાહ ‘ગુજરાતી ભાષાના પાંચ ઉત્તમ ગીતો’માં પદપ્રાંજલિના પદને સ્થાન આપતાં કહે છે: ‘...હમણાં જ, આ વર્ષના ‘પરબ’ના ઓકટોબરના અંકમાં આવેલાં ‘પદપ્રાંજલિ’નાં આઠ પદોમાંથી સવિશેષ રીતે સાતમું ‘સાધો, સ્નેહી તું સમરથનો’.
 ગુજરાતી ગીત કવિતાનો રમ્ય હૃદ્ય સ્વર છે આ સંગ્રહ ‘પદપ્રાંજલિ’.

Product Details

  • Pages:96 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Books From Same Author

View All

Similar Books

View All