આસપાસ
Aaspaas
આપણી આસપાસ કેટલું બધું હોય છે. વસ્તુઓ, વ્યક્તિઓ, વૃક્ષો, વાદળો, પશુપંખીઓ, શાકભાજી, ફેરિયા વગેરે.
પ્રત્યક્ષ નજરે આપણાથી અલગ લાગતું આ બધું જ આમ તો આપણા જીવનનો અને આપણી દુનિયાનો ભાગ હોય છે. જેની સાથે આપણે સંવેદનના તાંતણે જોડાયેલા હોઈએ છીએ. આ જ સંવેદનોને વાચા મળી છે દક્ષા પટેલના કાવ્યસંગ્રહ ‘આસપાસ’માં.
જાણેઅજાણે અપેક્ષિત રહેતાં પાત્રો, પરિવેશ, પરંપરા, વડીલો વગેરે આમ તો આપણામાં લાગણી, સમજ અને વ્યથા ઉમેરતા હોય છે, જેને કવયિત્રીએ અહીં શબ્દબદ્ધ કર્યાં છે.
વ્યક્તિનું જીવન એકાકી નથી. હરપળે એની આસપાસ રહેલી દુનિયાથી ભરેલું હોય છે. આ દુનિયા જીવનને અર્થ આપી સમૃદ્ધ કરે છે અને એને સાર્થક બનાવે છે.
આ જ દુનિયા સાથે જોડાયેલી ખુશીઓ, વેદનાઓ, અજંપા અને ફરિયાદોને કાવ્યસ્વરૂપ મળ્યું છે આ કાવ્યસંગ્રહમાં. દક્ષા પટેલની આસપાસની આ દુનિયા વાચકને એની આસપાસ રહેલી દુનિયા સાથે જોડી આપશે અને નવી અનુભૂતિનું આકાશ ખોલી આપશે.
Product Details
- Pages:104 pages
- Language:Gujarati
- Format:Paperback