Details

  1. home
  2. Products
  3. ઋણાનુબંધ

ઋણાનુબંધ

Runanubandh

By: Dinesh Kanani
₹325.00

આપણને કોઈ પૂછે કે જીવન કેવું? તો આપણે કહીશું એકદમ મસ્ત. પરંતુ ગઝલકાર દિનેશ કાનાણી જીવનની સાચી તસવીર એક શેરમાં રજૂ કરે છે -
બસ ચિઠ્ઠીના ચાકર જેવું જીવન થઈ ગયું છે
રસ્તા વચ્ચે સાંકળ જેવું જીવન થઈ ગયું છે.
નવાં જ કલ્પનો અને વિચારો સાથે પોતાની વાત રજૂ કરતાં ગઝલકાર ઈશ્વરની વ્યાખ્યા કરતાં કહે છે -
એ જ મોટું આપણું સન્માન છે
પેલો ઈશ્વર આપણો યજમાન છે.
કંઈક સારું કરવા જતાં અડચણ બનીને નડતી દુનિયાને કવિ ટકોર કરતાં કહે છે -
તેજ થઈને અમે ઊભા છીએ
ફૂંકથી તું ડરાવ‌ મા માણસ.
સંબંધો, દુનિયાદારી, ઈશ્વર સાથેનો મૂક વાર્તાલાપ, વિકટ પરિસ્થિતિ સામે લડવાની ખુમારી અને જીવનની ફિલસૂફીથી સભર ચોટદાર ગઝલોનું સરનામું એટલે ગઝલકાર દિનેશ કાનાણીનો તારોતાજા સંગ્રહ ‘ઋણાનુબંધ’. 200થી વધુ ગઝલો ધરાવતો આ સંગ્રહ ભાવકોને નવા જ ભાવવિશ્વમાં લઈ જાય છે.

Product Details

  • Pages:228 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Similar Books

View All