Details

  1. home
  2. Products
  3. પ્રેમનું સરનામું ગઝલ

પ્રેમનું સરનામું ગઝલ

Prem nu Sarnamu Ghazal

By: Vinod Manek
₹210.00

પ્રેમનો રંગ, પરમતત્ત્વમાં ઓગળી જવાની અલૌકિકતા, જીવનની વરવી વાસ્તવિકતા અને જીવનની ફિલસૂફીથી સજ્જ ગઝલકાર વિનોદ માણેક ‘ચાતક’નો નવો જ ગઝલસંગ્રહ ‘પ્રેમનું સરનામું ગઝલ’.

બરછટ થઈ ગયેલી માણસની સંવેદના પર કટાક્ષ કરતો શેર

ચારે તરફ ભડકે બળે આખું નગર તું મોજ કર

કોઈ હસે કોઈ રડે જેવી ખબર તું મોજ કર’

સીધી સાદી શૈલી અને સરળ બાનીમાં વિવિધ માનવ સંવેદનોને રજૂ કરતાં શેરમાં કવિ પ્રેમની સાચી વ્યાખ્યા કરતા કહે છે

‘પ્રેમમાં તો આપવાનું હોય છે

ક્યાં કશુંયે માંગવાનું હોય છે’

વધતા જતા શહેરીકરણની વચ્ચે ગ્રામ્યજીવની તાદૃશ રજૂઆત

‘ખોરડાથી શોભતું અમ ગામડું પાણીયારે ઓપતું અમ ગામડું

લોટ, ચૂલો, તાવડી ને દેવતા રોટલાને રાંધતું અમ ગામડું’

પોતાનાં મૂળથી વિખુટા પડી અજાણી મંઝિલો પાછળ દોડતી દુનિયા માટે

‘અચેતન ડગરને નગરનો અભરખો

ન જોયું વતન પણ સફરનો અભરખો’

નિરાકાર ઈશ્વરને કણકણમાં નિહાળવાની વાત

‘અંશ એનો તો બધામાં એ જ છે

ના દિસે તોયે બધામાં એ જ છે’

અંતે કવિકર્મને પણ ઈશ્વરની સોગાત માનતા કવિ વિનમ્રપણે કહે છે

‘તું લખાવે એ જ તો ચાતક લખે

આ ગઝલમાં ફક્ત મારું નામ છે’

Product Details

  • Pages:120 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Similar Books

View All