મહાભારત
Mahabharat
પ્રેમ, શૌર્ય, મોહ, છળકપટ, કર્મ, ધર્મના તાણાવાણામાં ગૂંથાયેલી પ્રાચીન ભારતની મહાન કથા એટલે વેદવ્યાસરચિત મહાકાવ્ય મહાભારત. આશરે એક લાખ શ્લોકોમાં કહેવાયેલી આ કથાને ભારતનાં સુપ્રસિદ્ધ નૃત્યાંગના અને લેખિકા મૃણાલિની સારાભાઈ સંવેદનશીલ અને લાલિત્યસભર કાવ્યનું રૂપ આપે છે. કુરુ અને પાંડુવંશના વિવાદથી આરંભાતા આ કાવ્યમાં, મત્સ્યવેધ અને દ્રૌપદી સ્વયંવર, દ્યુતક્રીડા, દ્રૌપદીના ચીરહરણ જેવા પ્રસંગોનું ભાવસભર નિરૂપણ જોવા મળે છે. સાથે પાંડવોનો અજ્ઞાતવાસ, અર્જુનવિષાદ અને કૃષ્ણમુખે અવતરેલ કર્મજ્ઞાન સંક્ષિપ્ત છતાં સુંદર રીતે આલેખાયેલા છે. દુર્યોધન અને દુ:શાસનના વધ બાદ પાંડવોના વિજય સાથે એક કરુણાંતિકામાં પરિણમતું આ કાવ્ય અંતે પિતામહ ભીષ્મના સ્વર્ગગમન સાથે સત્યના વિજયનો જયઘોષ કરતું પૂરું થાય છે. લેખિકાના મૃણાલિની સારાભાઈ દ્વારા પુનઃકથન રૂપે લખાયેલ અંગ્રેજી કાવ્યનો હરીશ ખત્રી દ્વારા થયેલ ગુજરાતી અનુવાદ ‘મહાભારત’.
Product Details
- Pages:48 pages
- Language:Gujarati
- Format:Paperback