Details

  1. home
  2. Products
  3. આજ અનુપમ દીઠો

About The Author

આજ અનુપમ દીઠો

Aaj Anupam Ditho

By: Sanju Vala
₹225.00

‘આજ અનુપમ દીઠો’ – જેમ શીર્ષક સૂચવે છે તેમ કવિને આંતરચક્ષુના ઊઘડવાથી પરમ ચેતનાનાં દર્શન થયાં છે અને નરસિંહ અને મીરાની જેમ તેમને દરેક દિવસ, દરેક ક્ષણ અનુપમ ભાસે છે.
આ અલૌકિક અનુભવ પછી લાધેલી જળકમળવત્ અવસ્થાને કવિ કલમ દ્વારા વ્યક્ત કરવા ચાહે છે અને સાંપડે છે અલખના રંગે રંગાયેલાં અનેક ગીતો જે અહીં રજૂ થયાં છે.
અંતરની આ વાણી જે સમજે એ જ સમજે. જે ના સમજે એની આગળ બોલવાનો શું અર્થ?
એટલે જ કવિ આ વાસ્તવિકતાને પણ પોતાના ગીતમાં ક્યાંક વાચા આપે છે. સાથે આ સંગ્રહમાં અભિવ્યક્તિનું વૈવિધ્ય પણ જોવા મળે છે.
અધૂરા ઘડા બની વાણીવિલાસ કરતા આ જગતના લોકોને ચેતવવા માટે પણ પોતાની કલમ ચલાવે છે અને  બાહ્ય જગતને મિથ્યા માની ભીતરની ગતિને પિછાણવાની વાત પણ કરે છે. કવિએ કાચસમી નાશવંત કાયાને પોતાની ગઝલોમાં સ્થાન આપી અદ્ભુત શેર કહ્યા છે. તો કોઈ પણ ભોગે પોતાનું કામ પાર પાડતી દુનિયાને એનું પ્રતિબિંબ પણ બતાવ્યું છે. અંતરાત્માથી લઈને પરમાત્મા સુધીની સફર કરાવતો આ કાવ્યસંગ્રહ વાચકને પોતાની ભીતરની ચેતના સાથે મેળવી આપશે.

 

Product Details

  • Pages:144 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Similar Books

View All