મૌનનું આકાશ
Moun Nu Aakash
₹200.00
કોઈ પણ સર્જક પ્રથમ તો ઉમદા ભાવક હોય છે. મૂર્ધન્ય કવિ નરસિંહરાવ દિવેટિયાના વંશજ ગૌરાંગભાઈ પણ કવિતાના ચાહક તેમ જ ગુજરાતી ગીત-સંગીતમાં ઊંડો રસ ધરાવતા સુજ્ઞ ભાવક. સાંભળેલી અને ચાહેલી કવિતાઓનો સૂર તેમની કલમે જઈ બેસે છે અને સર્જાય છે કંઈકેટલાંય ગીતો અને ગઝલો. એક ગીતમાં કહે છે:
આપો તો આપો એક મઘમઘતી પળ
પછી લઈ લો આ કોરુંકટ આયખું.
આપો તો આપો એક મનગમતી
પળ પછી લઈ લો આ આખુંય આયખું.
જીવનની સમીસાંજે સરવૈયું માંડ્યું ત્યારે ખબર પડી કે આપણી પાસે આપણું કશું જ નથી હોતું. આ હકીકત રજૂ કરતો એક શેર તો જુઓ:
કોઈ બીજાની વાત લઈ જીવી ગયા અમે
કોઈ બીજાની જાત લઈ જીવી ગયા અમે.
કૃષ્ણપ્રેમ, ખાલીપો, વિરહ અને વેદના જેવા ભાવોથી સભર આ કાવ્યસંગ્રહ રસિકોને સરળ ભાષામાં અભિવ્યક્ત થયેલા જીવનના વિવિધ રંગોનાં દર્શન કરાવે છે.
Product Details
- Pages:120 pages
- Language:Gujarati
- Format:Paperback