વસિયતનામું
Vasiyatnamu
₹130.00
કવિ રાજેન્દ્ર પટેલના પહેલા કાવ્યસંગ્રહ ‘કોશમાં સૂર્યોદય’માં એકકોષીનું બહુકોષીમાં રૂપાંતરની પ્રક્રિયાની આરંભેલી શોધ ‘વસિયતનામું’ સુધી વિસ્તરી છે. પહેલી શોધ કોષની હતી તે ઉત્ક્રાંત પામતી આ સંગ્રહમાં ચેતનાની ભૂમિકાએ સત્ત્વ અને તત્ત્વ સુધી પહોંચી છે. કવિ કહે છે, “કશાની અપેક્ષા વગર આપવું તે પરંપરાના આપણે વાહક બનીએ છીએ ત્યારે તે એક સાચો વારસો બને છે.” આવો વારસો આનંદશોધયાત્રાનાં આ કાવ્યોમાં છે, જુઓ : “વડવાઓને લીધે માત્ર માટીનો અમથોક પરિચય છે, / અને માના લીધે / બચી છે સહેજ મારી એંધાણી.” આ સંગ્રહમાંનાં 39 કાવ્ય કવિને મળેલો તત્ત્વ-સત્ત્વનો વારસો છે, જે એમણે ‘વસિયત’રૂપે ભાવક સુધી પહોંચાડવો છે.
Product Details
- Pages:88 pages
- Language:Gujarati
- Format:Paperback