Details

  1. home
  2. Products
  3. ચંદ્રકાન્ત શાહ

ચંદ્રકાન્ત શાહ

Chandrakant Shah

By: Chandrakant Shah
₹600.00

કવિ, લેખક, નાટ્યકાર, સંચાલક, આયોજક, વાર્તાકાર, ફિલ્મનિર્માતા ને નિર્દેશક કૈંક ઓળખ એમની. વળી પોતાનો આઇટી બિઝનેસ. અમેરિકામાં સંરક્ષણ ખાતા સાથે પણ સંકળાયેલો હોય એવો! પણ એ મળે ત્યારે કોઈ ભાર નહીં, બસ યાર દિલદાર જ મળે. મને સાંભળ્યા વાંચ્યા પછી બહુ લિજ્જતથી કદર કરે. અરે એમના ચિરંજીવી કુશાન શૈલીની વાત કરે, એમાં વર્ષો પહેલાં સ્કૂલ પ્રોજેક્ટ માટે લગભગ કુશાને શેક્સપિયરના ટાઇમ ટ્રાવેલની થીમ પર લખેલું નાટક મને વાંચવા મોકલેલું. થયું કે તારકભાઈ અને ચંદુભાઈનો વારસો નવી પેઢીમાં પણ છે. ચંદુ શાહ પાસે બધું ટીકડીટી નક્કર નૉલેજ. એટલે જ ગમે કે માણસ જૂનો નહીં, સાવ નવો કાયમ. ઇસ્કોન અક્ષયપાત્રના માધ્યમે ભૂખ્યાના કોઠા ઠારતો સંવેદનશીલ સેવક, પણ પૂરો નખશિખ મસ્તીમાં મઘમઘતો રસિકજન. રૂઢિચુસ્તતા જરાય નહીં. ખરા અર્થમાં કાઠિયાવાડી મૂળિયાનું એવું વૃક્ષ કે જેની શાખા આખી દુનિયામાં. પણ યાર જગતમાં જ્યાં સુધી ડેનિમ બ્લ્યુ મુગ્ધાઈ જીવશે ત્યાં સુધી ચામડી ભેદીને લોહીમાં ભળી જતી જીન્સ કવિતાઓ લખનાર વિશ્વના એકમાત્ર કવિના શ્વાસને ફરી જવાન થઈને હવામાંથી ખભે ધબ્બો મારતો અનુભવી શકાશે. તમારા જીન્સ જીવે છે વ્હાલા. જીવશે. બ્લુ લગૂનની પેલે પાર ઝાઝેરા જુહાર.

Product Details

  • Pages:248 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Similar Books

View All