Details

  1. home
  2. Products
  3. કાગળનાં કમાડ પર કવિતાના કંકુ-થાપા

કાગળનાં કમાડ પર કવિતાના કંકુ-થાપા

Kaagal Na Kamaad Par Kavitana Kanku-Thapa

By: Dr. Ashok Patel
₹350.00

ખબર નહીં, આ લખાણ ક્યાંથી આવે છે? માના ધાવણ જેવું છે! ખબર નહીં, ધાવણ... ક્યાંથી આવે છે?
વિચાર આવવો ને વિચાર લાવવો એમાં ફરક છે! એક organic છે, બીજું ભેળસેળીયું!
લાડ, લાગણી, પીડા, પ્રસન્નતા... ઉભરાવી જોઈએ. એ ઉભરો શાહી બની કલમમાં ઝીલાવો જોઈએ. એ પછી, કવિતા નામે અપ્સરા, કાગળની ફરસ પર રૂમઝૂમ પગલાં પાડે! મારી લઢણ બોલચાલની છે! સહજ છે! હા, ક્યારેક છંદમાં લખું છું પણ સ્વચ્છંદ લખવાનું વધુ પસંદ કરું છું! મને રીવરફ્રન્ટવાળી નદી કરતાં લહેરાતી નદી વધુ ગમે છે!
કવિ હોવાનો કોઈ દાવો નથી પણ... માણસમાંથી ગયો નથી! એટલે... આભૂષણ કરતાં અસલ અને અદ્દલ વધુ આવકારું છું! મારી દરેક કવિતામાં હું હઈશ ને તમો હશો! One to One! ગામની પંચાતમાં નથી પડતો! મેં ક્યાંક લખ્યું છે, ‘કોઈ મુશાયરો મને તેડવા આવે કે ના આવે, હું ક્યાં તાળીએ તોળીને ગઝલ લખું છું?’
છેલ્લે... આ પુસ્તક વાંચ્યા પછી તમને એમ લાગે, આ પુસ્તક મારું નહીં, તમારું છે તો હું માનીશ, હું હાર્યો... પણ જીતી ગયો! મેં લખ્યું છે, ‘એ વ્રત કરે, એનાં કરતાં વ્હાલ કરે તો સારું!’ હું ખરેખર... વ્રતનો નહીં, વ્હાલનો જીવ છું!

Product Details

  • Pages:256 pages
  • Language:Gujarati
  • Format:Paperback

Similar Books

View All