ભટ્ટખડકી
Bhattkhadaki
₹250.00
આ કાવ્યસંગ્રહનાં ઘણાં કાવ્યોમાં વિગત સમયખંડની સંવેદનશીલ છબિ છે. એ છબિ ઊભી કરવામાં પ્રયોજેલી ભાષા, લય, રીતિથી આ રચનાઓ અવશ્યપણે અન્ય સમકાલીન રચનાઓથી નોખી પડે છે. આ કવિતામાં અસ્મિતા ભાન સ્પૃહણીય રૂપે વ્યક્ત થયું છે. આજકાલ મંદ પડતા દેખાતા અને સાધનામાં ચીવટ ગુમાવતા જતા કવિતાના ક્ષેત્રમાં આવા ગંભીર, સભાનતાપૂર્ણ રચનાકર્મથી સાહિત્યમાં આપણી આશા, શ્રદ્ધાની વાટ સંકોરાય છે.
અહીં સ્થળ અને સમયનો ઝુરાપો નથી એવું નથી, પણ એની ગામગજવતી ફરિયાદ નથી કે કંટાળાજનક કાગારોળ નથી, પ્રકૃતિને અતીત નથી હોતો, મનુષ્યને, સંબંધોને હોય છે; આ બે વચ્ચે રમણીય સંતુલન કરતી કવિતા યોગેશ વૈદ્ય લખે છે. એમનો અનુભવ અને એમની અભિવ્યક્તિ ઉછીનાં નથી પણ નિજી છે, સઘન છે, સાચાં છે એ કારણે આ કાવ્યો વધુ પ્રતીતિકર બન્યાં છે.
Product Details
- Pages:136 pages
- Language:Gujarati
- Format:Paperback