વધારે કંઈ નથી કહેવું
Vadhare Kain nathi Kahevu
₹225.00
અભિવ્યક્તિમાં નાવીન્ય અને છંદ તેમજ વિષયમાં વૈવિધ્ય ધરાવતાં આ ગઝલસંગ્રહમાં અનેક શેર પહેલી નજરે સ્પર્શી જાય એવા છે. સૌંદર્ય, પ્રેમ, પ્રતીક્ષા, વિરહ અને સામાજિક નિસ્બત સાથે લખાયેલી અશ્વિનસિંહ જાદવની ગઝલો અનેક સંભાવનાઓ અને આશાઓ જગાવી પોતાનો નોખો અવાજ પ્રસ્થાપિત કરે છે.
તમને ખાલી તલ લાગે છે અમને તાજમહલ લાગે છે.
સરવૈયું અંતે આવીને અટકે છે એના પર છે માર્ચના હિસાબસમી એક છોકરી.
એણે કહ્યું ભૂલી જા તો લાગ્યું સાવ એવું વાગ્યું હો જાણે માથે બોથડ પદાર્થ જેવું.
ગરીબ એ રીતે ઝૂંપડી સાચવે છે જગતમાં ફક્ત હો એ ધનવાન જાણે.
ગામ, ફળીએ, ચોતરે મુદ્દો બની ફેલાઈ ગઈ એક સ્ત્રી વિધવા બનીને કેટલી ચર્ચાઈ ગઈ.
Product Details
- Pages:144 pages
- Language:Gujarati
- Format:Paperback