ગતિસ્ત્વમ્
Gatistvam
‘જીવન વહેતું ઝરણું છે.’ આ ઉક્તિને સાર્થક કરે છે કુદરતનાં વિવિધ રમ્ય સ્થળોના પ્રવાસે નીકળી પડનાર રાજેશ્વરી પટેલ. બરફાચ્છાદિત પર્વતો, વાદળોમાં ઢંકાયેલી ગિરિકંદરાઓ, હરિયાળી વનસ્પતિમાં ખોવાયેલાં ગીચ અરણ્યો, ટેકરી કે તળેટી પર વસેલાં સુંદર ગામ અને નગરો. મનને આકર્ષિત કરનાર કંઈ કેટલાંય રમણીય સ્થળોનો પ્રવાસ ખેડનાર રાજેશ્વરી પટેલને ક્યાંક નદીની પવિત્ર ધારાનો સંસ્પર્શ મળ્યો છે, ક્યાંક તાજી નિર્મળ હવામાં શાંતિનો ઊંડો શ્વાસ લેવા મળ્યો છે તો વળી ક્યાંક સ્થાનિક લોકોનું હૂંફાળું આતિથ્ય અને મદદ તો ક્યારેક સહપ્રવાસીઓનો અનેરો સંગ મળ્યો છે, અને આ દરેક સ્થળે એકસૂત્રતાના સ્વરૂપે તેમને પ્રકૃતિની અવિરત ગતિશીલતાનાં દર્શન થયાં છે, જેનાથી પ્રેરાઈને આ સંગ્રહનું શીર્ષક ‘ગતિસ્ત્વમ્’ આપે છે. આ નિબંધોમાં જીવંત થયા છે પ્રવાસ દરમિયાન આવેલા પડકારો, અણધારી મુશ્કેલીઓ સાથે મન પ્રફુલ્લિત કરતાં પ્રસંગો અને અનુભૂતિઓ.
સિક્કિમના પહાડોની અપ્રતિમ સુંદરતા, હિમાલયની તળેટીમાં આવેલી ખીરગંગાનું પાવન સ્વરૂપ, કૃષ્ણભક્તિના રંગે રંગાયેલી માયાપુર નગરી, કૃષ્ણા અને બ્રહ્મપુત્ર જેવી નદીઓના ઘાટોનું સાંનિધ્ય, ઉત્તર-પૂર્વથી લઈને દક્ષિણ-પૂર્વ સુધી, ભારતના ભૂખંડ પર વ્યાપ્ત કુદરતની ગહન છતાં આહ્લાદક લીલાને આત્મસાત્ કરી સુંદર નિબંધોના સ્વરૂપમાં આપણા સુધી પહોંચાડી છે. સાથે જુદાં જુદાં વસ્ત્રપરિધાન, રીતિ-રિવાજો, બોલી-ભાષાઓ અને વ્યંજનો તેમ જ વેશભૂષાનો પરિચય કરાવતા આ નિબંધો ભારતની વિવિધતાના અનેક રંગોને આવરી લે છે. સ્થળ, સમય, પ્રસંગો અને અનુભૂતિનું અદ્ભુત વર્ણન કરતા આ નિબંધો વાચકને પણ દરેક સ્થળનો જાણે પ્રવાસ કરાવતા ન હોય!
Product Details
- Pages:132 pages
- Language:Gujarati
- Format:Paperback
Similar Books
View All













.png)






