કાવ્યસત્સંગ સંપુટ - ૨
Kavyasatsang Samput - 2
ગુજરાતી ભાષામાં આ પ્રકારનું સર્વપ્રથમ પ્રકાશન છે. કોઈપણ પાનું ખોલીને તમે વાંચશો તો પ્રત્યેક શબ્દ, પ્રત્યેક વાક્ય તમને તમારી ભીતરની દુનિયામાં લઈ જતું લાગશે. આ કાવ્યો મારી દાયકાઓની ઉપાસનાની જિંદગીનો નીચોડ છે. ભારતના સદ્ગુરુઓ, સંતોના સાંનિધ્યનો, સત્સંગનો અર્ક છે. આ બધું એટલા માટે કહી રહ્યો છું કે આ વાત આ કાવ્ય સત્સંગને સમજવામાં ઉપકારક નીવડે. આ કાવ્યો મેં લખ્યાં નથી. આ કાવ્યો લખાયાં છે એવું હું સ્પષ્ટ માનું છું.
આ કાવ્યોમાં ઉપાસનાનાં રહસ્યો છે, સાધના પદ્ધતિ છે. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ વાર અનુભૂતિનાં રહસ્યોને આ રીતે કાવ્યોમાં મુકાયાં છે. જે લખાયું છે તેના વિશે કહું તો... જે જાણ્યું, જે અનુભવ્યું, જે વાંચ્યું, જે સાંભળ્યું અને જે સ્ફૂર્યું તે સર્વેનો આ સમન્વય છે.
- સુખ-દુઃખ બંને બંધન
- સઘળું મળતું સામે ચાલી
- પીડાનું પ્રેમમાં રૂપાંતર
- બરફનો ટુકડો જળમાં
- ગંગા કાંઠે શીર્ષાસન
કાવ્યસત્સંગની શ્રેણીના આ પાંચ પુસ્તકો સંપુટ રૂપે પ્રગટ થઈ રહ્યાં છે ત્યારે એટલું જ કહીશ કે આ કાવ્યો સહજ આવ્યાં છે. પ્રત્યેક ઉપાસકને આ પરમની વાત ગમશે જ, ક્યાંક ને ક્યાંક સ્પર્શતી હશે જ!
Product Details
- Pages:314 pages
- Language:Gujarati
- Format:Hardback
Books From Same Author
View All
Similar Books
View All

.png)





.png)







.png)












